Return to Video

Dada Meaning of Trimantra

  • 0:26 - 0:28
    ત્રિમંત્ર તો આવડે છે ને બધા ને ?
  • 0:28 - 0:29
    આવડે છે.
  • 0:34 - 0:35
    નમો અરિહંતાણં
  • 0:37 - 0:39
    એટલે અરિહંત એટલે કોણ ?
  • 0:39 - 0:40
    અરિ એટલે દુશ્મન
  • 0:41 - 0:45
    દુશ્મનો જેણે હણી નાખ્યા છે એવા પુરુષો, એમને નમસ્કાર કરું છું.
  • 0:45 - 0:46
    પણ દુશ્મન કયા ?
  • 0:47 - 0:48
    આ માણસરૂપી નહીં.
  • 0:50 - 0:51
    ષડ્ રિપુ.
  • 0:52 - 0:54
    ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ.
  • 0:56 - 0:59
    માણસોને મારીને એ તો બહુ ફેરો જીત્યા પણ તોય હારેલા ને હારેલા !
  • 1:00 - 1:02
    આ જેણે મારી નાખ્યા તે જીત્યા.
  • 1:06 - 1:08
    મોટામાં મોટા દુશ્મન આ જ છે, મહીં બેઠા છે.
  • 1:12 - 1:18
    તમારે દુશ્મનાવટ ખરી એમની જોડે ? નહીં કે ? પહેલા હતી ?
  • 1:18 - 1:20
    હા, હજી છે થોડીક.
  • 1:20 - 1:20
    હવે નથી, નહીં ?
  • 1:20 - 1:21
    હા, થોડી રહી છે.
  • 1:24 - 1:26
    એટલે એને જીત્યા એટલે થઈ રહ્યું.
  • 1:27 - 1:28
    એવા લોકોને નમસ્કાર કરું છું.
  • 1:30 - 1:32
    પછી બીજું નમો સિદ્ધાણં.
  • 1:34 - 1:37
    ષડ્ રિપુ જીતી અને દેહવાળાય પણ નથી આજ
  • 1:38 - 1:42
    અને સિદ્ધગતિમાં બિરાજમાન છે સંપૂર્ણ. તેમને નમસ્કાર કરું છું.
  • 1:44 - 1:45
    ત્યારે કહે સૌથી મોટામાં મોટા તો એ કહેવાય.
  • 1:46 - 1:48
    કેમ એમને નમસ્કાર ના કર્યાં ?
  • 1:49 - 1:50
    ત્યારે કહે એ કશું કામ લાગે નહીં આપણને,
  • 1:51 - 1:54
    કામ તો આ રૂબરૂ છે તે કામ લાગે
  • 1:55 - 1:57
    અને તે આપણું રાગે કામ કાઢી આપે
  • 1:58 - 1:59
    અને ભૂલ હોય તો દેખાડે.
  • 2:01 - 2:03
    એટલે પહેલા એમનો ઉપકાર આમનો, વધારે ઉપકારી આ.
  • 2:05 - 2:07
    એટલા માટે પહેલા મૂક્યા એમને. સમજ પડી ને ?
  • 2:09 - 2:10
    તે કેટલા અરિહંત છે ?
  • 2:13 - 2:13
  • 2:15 - 2:15
    હેં
  • 2:15 - 2:16
  • 2:30 - 2:30
    ચોવીસ.
  • 2:31 - 2:31
    ચોવીસ.
  • 2:31 - 2:34
    હંઅ. હવે એ ચોવીસને આ જગતના બધા
  • 2:35 - 2:38
    જૈનો અને સાધુઓ અરિહંત કહે છે ચોવીસેયને.
  • 2:39 - 2:44
    હવે એ લોકોને સમજણ પાડું છું કે એ ચોવીસ અત્યારે અરિહંત છે કે સિદ્ધ છે?
  • 2:46 - 2:47
    ત્યારે કહે એ તો સિદ્ધ કહેવાય.
  • 2:47 - 2:50
    ત્યારે મેં કહ્યું ત્યારે મૂઆ ! અરિહંત શું કરવા કહો છો જે સિદ્ધ થયેલા એને બિચારા ને?
  • 2:51 - 2:57
    હા, એક ફેરો વડાપ્રધાન થયો પછી એને ગવર્નર શા હારું કહો છો?
  • 2:57 - 2:58
    શું કહ્યું ?
  • 2:58 - 2:58
    હા, હા, બરાબર.
  • 2:59 - 3:01
    પછી એને ખરાબ ના લાગે બળ્યું વડાપ્રધાનને ?
  • 3:01 - 3:03
    ગવર્નર હતો તેનો વડાપ્રધાન થાય
  • 3:03 - 3:05
    પછી આપણે એને ગવર્નર કહીએ તો એને ખરાબ ના લાગે ?
  • 3:07 - 3:09
    આમને અરિહંત કહે છે તેથી તેને ખરાબ લાગે છે.
  • 3:10 - 3:12
    જો કે ખરાબ કોઈને લાગતું નથી પણ એનું નુકસાન આમને થાય છે.
  • 3:13 - 3:16
    એમને અરિહંત જડતો નથી ને અરિહંતનું બોલેલું નકામું જાય છે એટલે
  • 3:17 - 3:18
    આખો નવકાર મંત્ર ફળતો નથી.
  • 3:20 - 3:22
    એ તો મેં ભૂલ દેખાડી, મેં કહ્યું શું ભૂલ ?
  • 3:23 - 3:24
    આ આ તો સિદ્ધગતિમાં છે.
  • 3:24 - 3:26
    એ સિદ્ધને આપણે અરિહંત ના કહેવાય.
  • 3:26 - 3:29
    હવે અત્યારે કોણ અરિહંત છે ? એ અરિહંત એટલે દેહધારી હોવો જોઈએ
  • 3:30 - 3:32
    અને કેવળજ્ઞાન સહિત હોવો જોઈએ
  • 3:32 - 3:36
    અને લોકનું, લોકનું કલ્યાણ કરતા હોય એ અરિહંત.
  • 3:38 - 3:39
    તો કહે અત્યારે તો એવો કોઈ છે નહીં.
  • 3:39 - 3:44
    મેં કહ્યું આ મહાવીર છેલ્લા હતા તો દેખાડતા ગયા કે આ સીમંધર સ્વામીને કરજો કહેશે.
  • 3:45 - 3:46
    શું કહે છે ?
  • 3:47 - 3:48
    એ તમારા અરિહંત કહે છે.
  • 3:48 - 3:53
    બીજા ત્યાં આગળ છે પણ બીજાના નામ તમારે દેવા હોય તો દેજો, નહીં તો પછી આ એક તો કરજો.
  • 3:54 - 3:58
    શું ખોટું કહે છે ? હેં, ખોટી વાત છે એ કંઈ ?
  • 3:58 - 3:59
    ના.
  • 4:00 - 4:01
    તો આ સીમંધર સ્વામી તમારા અરિહંત.
  • 4:02 - 4:04
    નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં.
  • 4:04 - 4:06
    એટલા હારુ આ દેરાસર એ બાંધવાના આ લોકોને,
  • 4:07 - 4:09
    આ લોકોની ભૂલ ભાંગવા હારુ કરવું પડે છે ને.
  • 4:10 - 4:10
    હા.
  • 4:13 - 4:16
    ભાંગવી તો પડશેને જ્યારે-ત્યારે ? નહીં તો લોક મીસ યુઝ કરશે.
  • 4:17 - 4:19
    સાધુઓને કષાય જતા નથી.
  • 4:20 - 4:21
    સંસારીઓને કષાય જતા નથી એવી શું ભૂલ ?
  • 4:21 - 4:23
    તો કહે આવી ને આવી ભૂલો, જે ને તે ભૂલો.
  • 4:25 - 4:27
    અરિહંત આખું ઊડી ગયા મૂઆ !
  • 4:29 - 4:30
    નાના નાના આ છોકરાં સમજે એવી વાત!!!
  • 4:33 - 4:34
    તો કહે મને કોણ દેખાડે આ ભૂલ ?
  • 4:38 - 4:39
    ભૂલ દેખાય એટલે તમને સમજાય કે ના સમજાય ?
  • 4:40 - 4:40
    હા સમજાય છે.
  • 4:41 - 4:43
    તે સાધુ-આચાર્યોય કહે છે ને તમે સમજણ પાડી એટલે મને સમજણ પડી.
  • 4:43 - 4:44
    આ હવે અમે ના, હવે અમે ના ભૂલીએ.
  • 4:45 - 4:46
    ત્યારે મૂઆ ! પણ પહેલે કેમ ના સમજણ પડી ?
  • 4:46 - 4:48
    ત્યારે કહે એવડું મોટું અમારું મગજ ક્યાંથી હોય કહે છે,
  • 4:49 - 4:50
    તે બેકને હઉ જોઈ શકે ?
  • 4:51 - 4:53
    અમારું તો ફ્રન્ટને જ જોતું નથી તો આ ક્યાં ?
  • 4:57 - 4:58
    એ તો વિજ્ઞાની હોય તેનું કામ છે
  • 4:59 - 5:03
    એ કે ફ્રન્ટનેય જોઈ શકે, બેકનેય જોઈ શકે, પસ્પેક્ટિવનેય જોઈ શકે.
  • 5:03 - 5:04
    બધે એવરીવેર જોઈ શકે.
  • 5:04 - 5:05
    બરાબર.
  • 5:06 - 5:07
    આ તો એનું કામ.
  • 5:08 - 5:10
    એટલે નમો સિદ્ધાણં. તમને સમજ પડી ને ?
Title:
Dada Meaning of Trimantra
Video Language:
Gujarati
Duration:
05:22

Gujarati subtitles

Incomplete

Revisions