Return to Video

સફળતાના 8 રહસ્યો

  • 0:00 - 0:03
    આ ખરેખર માં બે કલાકનું પ્રદર્શન છે,
    જે હું વિદ્યાર્થીઓને આપું છું.
  • 0:03 - 0:05
    જેને ત્રણ મિનિટનું કર્યું છે.
  • 0:05 - 0:07
    અને આ શરૂ થયું, જયારે એક દિવસ
    હું વિમાનથી ટેડ આવી રહ્યો હતો.
  • 0:07 - 0:09
    સાત વર્ષ પહેલા,
  • 0:09 - 0:13
    મારી બાજુની સીટ પર એક
    કિશોર વિદ્યાર્થિની બેઠી હતી.
  • 0:13 - 0:15
    અને તે હકીકતમાં
    એક ગરીબ પરિવારથી હતી.
  • 0:15 - 0:18
    તે પોતાના જીવન માં
    કંઈક બનવા ઈચ્છતી હતી.
  • 0:18 - 0:20
    અને તેણે મને એક નાનકડો
    સરળ પ્રશ્ન પૂછ્યો.
  • 0:20 - 0:22
    તેણે પૂછ્યું, "સફળતાનું શું કારણ છે ?"
  • 0:22 - 0:23
    અને મને ખોટું લાગી ગયું.
  • 0:23 - 0:26
    કારણ કે, હું તેને
    ઉચિત જવાબ આપી શક્યો નહીં.
  • 0:26 - 0:28
    તો હું વિમાનથી ઉતરીને ટેડ આવું છું.
  • 0:28 - 0:32
    અને વિચારું છું કે, હું એક રૂમમાં
    સફળ વ્યક્તિઓની વચ્ચે છું.
  • 0:32 - 0:34
    તો તેમને જ પૂછ્યું કે,
    કોણે સફળ થવામાં તેમની મદદ કરી ?
  • 0:34 - 0:36
    અને પછી બાળકોને પૂછ્યું.
  • 0:37 - 0:40
    તો 7 વર્ષ અને 500 સાક્ષાત્કાર પછી,
  • 0:40 - 0:43
    હું આપને જણાવવા જઈ રહ્યો છું કે,
    સફળતા નું શું કારણ છે.
  • 0:43 - 0:45
    ટેડ થી જોડાયેલા લોકોનું
  • 0:45 - 0:47
    પહેલું કારણ છે, જુનૂન.
  • 0:48 - 0:50
    ફ્રીમૈન થોમસ કહે છે,
    "હું મારા જુનૂન થી પ્રેરિત છું."
  • 0:51 - 0:53
    ટેડ થી જોડાયેલા લોકો તેને પ્રેમથી
    કરે છે. ન કે પૈસાના હેતુથી.
  • 0:53 - 0:57
    કૈરોલ કોલેટા કહે છે, "જે હું કરું છું,
    તેને કરવા માટે પૈસા પણ આપી દઈશ."
  • 0:57 - 0:58
    અને રોચક વાત એ છે કે,
  • 0:58 - 1:00
    જો તમે તેને પ્રેમથી કરો છો,
    તો પૈસા તો આવે જ છે.
  • 1:01 - 1:04
    કામ ! રૂપર્ટ મડોર્કે મને જણાવ્યું કે,
    "આ કઠિન પરિશ્રમ છે."
  • 1:04 - 1:07
    કંઈ પણ સરળતાથી મળતું નથી.
    પણ, મને આમાં ખૂબ મજા આવે છે.
  • 1:07 - 1:10
    શું તેને મજા કહ્યું ? રૂપર્ટ ? હાં !
  • 1:10 - 1:11
    (હાસ્ય)
  • 1:12 - 1:14
    ટેડ થી જોડાયેલા લોકો કામ ની મજા લે છે.
    તેઓ કઠિન પરિશ્રમ કરે છે.
  • 1:14 - 1:17
    મેં જોયું, તેઓ વધુ કાર્યગ્રસ્ત નથી.
    તેઓ કામ થી રમે છે.
  • 1:17 - 1:19
    (હાસ્ય)
  • 1:19 - 1:20
    સારું છે.
  • 1:20 - 1:21
    (અભિવાદન)
  • 1:21 - 1:24
    એલેક્સ ગાર્ડન કહે છે,
    "સફળ થવા માટે શરૂ તો કરો,
  • 1:24 - 1:26
    અને તેમાં નિપુણ બનો."
  • 1:26 - 1:28
    આ કોઈ જાદૂ નથી. માત્ર અભ્યાસ,
    અભ્યાસ અને અભ્યાસ જ છે.
  • 1:28 - 1:29
    અને ધ્યાન આપવાનું છે.
  • 1:30 - 1:31
    નોર્મન જેવીસને મને કહ્યું,
  • 1:31 - 1:34
    "હું વિચારું છું કે, આપણે એક વસ્તુ પર
    ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
  • 1:35 - 1:36
    અને આગળ વધવાનું છે."
  • 1:36 - 1:38
    ડેવિડ ગૈલો કહે છે,
    "પોતાને આગળ વધારો.
  • 1:38 - 1:41
    શારીરિક, માનસિક રૂપ થી
    તમારે હંમેશા આગળ વધવાનું છે.
  • 1:41 - 1:44
    તમારે શરમ અને આત્મ-શંકાથી
    બહાર નિકળવાનું છે."
  • 1:44 - 1:46
    ગોલ્ડી હાન કહે છે ,
    "મને હંમેશા આત્મ-શંકા થાય છે.
  • 1:46 - 1:48
    હું સારો ન હતો.
    હું સ્માર્ટ ન હતો.
  • 1:48 - 1:50
    મને નહોતું લાગતું કે,
    હું કરી શકીશ."
  • 1:50 - 1:52
    હમેંશા પોતાને ઉત્સાહિત કરવા સહેલું નથી.
  • 1:52 - 1:54
    અને એ જ કારણ છે કે,
    તેમણે માં ને બનાવી.
  • 1:54 - 1:55
    (હાસ્ય)
  • 1:55 - 1:57
    (અભિવાદન)
  • 1:57 - 2:00
    ફ્રૈંક ગેહરીએ મને કહ્યું કે,
  • 2:00 - 2:01
    "મારી માં એ મારો ઉત્સાહ વધાર્યો."
  • 2:01 - 2:03
    (હાસ્ય)
  • 2:03 - 2:04
    સેવા કરો !
  • 2:04 - 2:07
    શેરવિન નૂલંદ કહે છે,
    "તબીબી સેવા વિશેષાધિકાર હતો."
  • 2:08 - 2:10
    ઘણા બધા બાળકો
    કરોડપતિ બનવા માંગે છે.
  • 2:10 - 2:11
    પહેલી વાત મેં એ કહી કે,
  • 2:12 - 2:13
    "બરાબર છે, તમે તમારી સેવા
    નથી કરી શકતા.
  • 2:13 - 2:16
    તમારે બીજાની
    મૂલ્યવાન સેવા કરવાની છે.
  • 2:16 - 2:18
    લોકોની અમીર બનવાની
    આ જ રીત છે."
  • 2:19 - 2:20
    વિચાર !
  • 2:20 - 2:23
    ટેડ થી જોડાયેલા બિલ ગેટ્સ કહે છે,
    "મારી પાસે એક વિચાર હતો.
  • 2:23 - 2:26
    પ્રથમ માઇક્રો કમ્પ્યુટર
    સોફ્ટવેર કંપની બનાવવાનો."
  • 2:26 - 2:28
    હું કહીશ કે,
    તે એક સારો વિચાર હતો.
  • 2:28 - 2:31
    રચનાત્મકતા માટે વિચાર આવવો,
    કોઈ જાદૂ નથી.
  • 2:31 - 2:33
    તે માત્ર કોઈ સરળ કાર્ય કરવા જેવુ છે.
  • 2:33 - 2:35
    અને હું ઘણાં પુરાવા આપું છું.
  • 2:35 - 2:36
    મક્કમ રહો !
  • 2:37 - 2:38
    જો ક્રૉઉસ કહે છે,
  • 2:38 - 2:40
    "અમારી સફળતાનું પહેલું કારણ દ્રઢતા છે."
  • 2:41 - 2:44
    તમારે નિષ્ફળતા માં દ્રઢ રહેવાનું છે.
    અપમાનિત થવા પર પણ દ્રઢ રહેવાનું છે !
  • 2:44 - 2:48
    જેનો અર્થ છે, "આલોચના,
    અસ્વીકાર, મૂર્ખામી અને દબાણ."
  • 2:48 - 2:51
    (હાસ્ય)
  • 2:51 - 2:54
    તો, આ પ્રશ્ન નો જવાબ સરળ છે.
  • 2:54 - 2:57
    4000 ધનરાશિની ચૂકવણી કરો,
    અને ટેડ માં આવો.
  • 2:57 - 2:58
    (હાસ્ય)
  • 2:58 - 3:01
    જો તે ન કરી શકો, તો આઠ
    વસ્તુઓ કરો. અને મારા પર વિશ્વાસ રાખો.
  • 3:01 - 3:04
    આ મોટી આઠ વાતો છે,
    જે સફળ બનાવે છે.
  • 3:04 - 3:07
    ટેડ થી જોડાયેલા લોકોનો,
    મુલાકાત આભાર બદલ !
  • 3:07 - 3:10
    (અભિવાદન)
Title:
સફળતાના 8 રહસ્યો
Speaker:
રિચર્ડ સેન્ટ જ્હોન
Description:

લોકો કેમ સફળ થાય છે ? શું તે સ્માર્ટ હોવાને કારણે ? અથવા તેઓ માત્ર નસીબદાર છે ? એક પણ નહી. વિશ્લેષક રિચર્ડ સેન્ટ જ્હોન સફળતાના વાસ્તવિક રહસ્યો અંગેના મહત્વના 3 મિનિટના સ્લાઇડશોમાં વર્ષોના ઇન્ટરવ્યુને ઘટ્ટ કરે છે.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
03:13
TED Translators admin approved Gujarati subtitles for 8 secrets of success
divyesh kumbhani accepted Gujarati subtitles for 8 secrets of success
Keyur Thakkar edited Gujarati subtitles for 8 secrets of success
Keyur Thakkar edited Gujarati subtitles for 8 secrets of success
Keyur Thakkar edited Gujarati subtitles for 8 secrets of success
Keyur Thakkar edited Gujarati subtitles for 8 secrets of success
Keyur Thakkar edited Gujarati subtitles for 8 secrets of success
Keyur Thakkar edited Gujarati subtitles for 8 secrets of success
Show all

Gujarati subtitles

Revisions