Return to Video

Ordering Negative Numbers

  • 0:02 - 0:09
    અહીંયા આપણી પાસે પાંચ સંખ્યાઓ છે અને આપણે તેને ચઢતાં ક્રમમાં ગોઠવવાની છે.
  • 0:10 - 0:13
    તમે જોયુ? આ પાંચે પાંચ સંખ્યાઓ ઋણ છે.
  • 0:13 - 0:17
    તો, આપણે વિચારીએ કે આમાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે?
  • 0:17 - 0:19
    અહીં તમને એમ કહેવાનું મન થશે કે...
  • 0:22 - 0:25
    અચ્છા, જો આ બધી સંખ્યાઓ ધન હોત તો, તમે કહેતા કે ઋણ 40 એ સૌથી મોટી સંખ્યા છે.
  • 0:25 - 0:28
    પરંતુ, અહીંયા આ ઋણ નિશાની શું બતાવે છે તે ધ્યાનમાં લેવાનું છે.
  • 0:28 - 0:30
    અને તેના વિશે વિચારો.
  • 0:30 - 0:33
    હવે જો આ તમારા બેંક ખાતાની ડોલરની સંખ્યા હોત, તો
  • 0:36 - 0:39
    તમારા બેક ખાતામાં ઋણ 40 ડોલર ને બદલે ઋણ 7 ડોલર હોય?
  • 0:43 - 0:45
    ઋણ 40 ડોલર એટલે કે તમારી પાસે બેકના 40 ડોલર છે. હવે તેના કરતાં મોટી રકમ અહી છે?
  • 0:45 - 0:49
    ઋણ 7 ડોલર નો અર્થ એમ થાય કે બેકના ફક્ત 7 ડોલર તમારી પાસે છે.
  • 0:49 - 0:53
    તો, અહીંયા ખરેખર ઋણ 40 એ ઋણ 7 કરતાં નાની સંખ્યા થઈ. અને,
  • 0:53 - 0:57
    બાકીની બધી જ સંખ્યાઓ કરતાં તે સૌથી નાની છે.
  • 0:59 - 1:01
    તો ઋણ 40 એ સૌથી નાની સંખ્યા કહેવાય અને તમારા બેક ખાતામાં બતાવેલ
  • 1:01 - 1:04
    બાકીની તમામ રકમ સાથે સરખામણી કરો, તો પણ
  • 1:04 - 1:06
    પૈસાની આ રકમ સૌથી નાની કહેવાય, બરાબર?
  • 1:06 - 1:07
    તમે બેકના ચાલીસ ડોલર ધરાવો છો.
  • 1:07 - 1:10
    બેકમાં તમારુ કોઈ બેલેન્સ નથી, પણ બેંકના 40 ડોલર તમારી પાસે છે.
  • 1:15 - 1:21
    તો તેના પછી નાનામા નાની રકમ - 30 થાય અને તેના પછી નાનામાં નાની રકમ -25 થાય.
  • 1:22 - 1:28
    ત્યાર પછી, -10 એ બાકીની તમામ સંખ્યાઓમાં નાનામાં નાની થશે.
  • 1:32 - 1:35
    અને ત્યાર પછી, આ બધામાં સૌથી મોટી સંખ્યા (માટે હું તેને ગુલાબી રંગથી લખીશ).
  • 1:35 - 1:38
    આ બધી સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા ઋણ 7 છે.
  • 1:38 - 1:40
    અને તમને હજી સમજણ ન પડી હોય, તો
  • 1:41 - 1:42
    તમે તેને તાપમાનના સંદર્ભમાં વિચારો, હવે.. તાપમાનને ધ્યાનમાં લઈએ તો,
  • 1:42 - 1:44
    આમાંનું કયું તાપમાન સૌથી ઠંડુ તાપમાન કહેવાય?
  • 1:44 - 1:46
    (તમે સેલ્શીયસ કે ફરનહીટ એમ કોઈપણ એકમ લઈ શકો છો.)
  • 1:49 - 1:51
    -40 અંશ એ સોથી ઠંજુ તાપમાન થશે, અને -7 એ સૌથી ગરમ તાપમાન થશે.
  • 1:51 - 1:54
    -7 અંશના તાપમાને વાતાવરણમાં સૌથી વધુ ગરમી હશે.
  • 1:54 - 1:58
    હવે, આને બીજી રીતે વિચારીએ, આપણે એક સંખ્યા રેખા દોરીશું.
  • 1:58 - 2:01
    તો, ચાલો અહીંયા એક રેખા દોરીએ.
  • 2:01 - 2:05
    જો આ શૂન્ય હોય, અને તમે જાણો જ છો કે, +7 અહીં આવે.
  • 2:07 - 2:09
    +7 એ આપેલી સંખ્યાઓમાં નથી. પણ આપણે સમજવા માટે લઈએ છીએ.
  • 2:09 - 2:11
    તો, અહીંયા -7 આવશે.
  • 2:11 - 2:15
    જો ત્યાં -7 હોય, તો આટલે -10 આવે.
  • 2:15 - 2:19
    જુઓ, અહીંયા આપણે શૂન્યથી વધારેને વધારે ડાબી તરફ જઈએ છીએ.
  • 2:19 - 2:25
    અને જો આપણે શૂન્યથી હજી વધારે ડાબી બાજુએ જઈશું, તો લગભગ અહીંયા -25 આવે.
  • 2:25 - 2:29
    હજી થોડા ડાબી તરફ આગળ વધીએ, તો આ -30.
  • 2:29 - 2:37
    અને હજી ડાબી બાજુ થોડા આગળ જઈએ, તો અહીંયા -40 આવે.
  • 2:37 - 2:38
    જો આમ વિચારીએ, તો સંખ્યા રેખા પર શૂન્યથી ડાબી તરફ સૌથી દૂર
  • 2:41 - 2:42
    આવેલી સંખ્યા એ સૌથી નાની સંખ્યા છે,
  • 2:42 - 2:46
    અને જમણી બાજુએ સૌથી દૂર આવેલ રકમ એ સૌથી મોટી રકમ છે.
Title:
Ordering Negative Numbers
Description:

Ordering negative numbers from least to greatest

more » « less
Video Language:
English
Duration:
02:47
pateldhaval001 edited Gujarati subtitles for Ordering Negative Numbers
pateldhaval001 edited Gujarati subtitles for Ordering Negative Numbers
pateldhaval001 edited Gujarati subtitles for Ordering Negative Numbers
pateldhaval001 edited Gujarati subtitles for Ordering Negative Numbers
pateldhaval001 edited Gujarati subtitles for Ordering Negative Numbers
pateldhaval001 edited Gujarati subtitles for Ordering Negative Numbers
pateldhaval001 added a translation

Gujarati subtitles

Incomplete

Revisions