Return to Video

અજ્ઞાતની ઓળખ 'x' શા માટે?

  • 0:01 - 0:04
    આપણે જે સવાલ હંમેશ પૂછતાં રહ્યાં છીએ
    તેનો મારી પાસે જવાબ છે.
  • 0:04 - 0:05
    સવાલ એ છે કે,
  • 0:05 - 0:08
    કોઇપણ અજ્ઞાત વસ્તુમાટે
  • 0:08 - 0:10
    બારાખડીનો 'X' જ કેમ વપરાય છે?
  • 0:10 - 0:13
    હું માનું છું કે આપણે ગણિતના
    વર્ગમાં તો શીખ્યા હતા,
  • 0:13 - 0:15
    પરંતુ હવે તો તે દરેક વાતમાં
    વપરાતું થઇ ગયું છે --
  • 0:15 - 0:17
    X ઇનામ, X-ફાઇલ્સ,
  • 0:17 - 0:21
    X પ્રકલ્પ, ટીઇડીx.
  • 0:21 - 0:23
    આ x ક્યાંથી આવી પડેલ છે?
  • 0:23 - 0:24
    આજ્થી લગભગ છ વર્ષ પહેલાં
  • 0:24 - 0:27
    મેં ઍરૅબીક શીખવાનું નક્કી કર્યું,
  • 0:27 - 0:31
    જે સહુથી વધારે તાર્કીક ભાષા પરવડી હતી.
  • 0:31 - 0:33
    ઍરૅબીકમાં કોઇપણ શબ્દ કે શબ્દસમુહ કે
  • 0:33 - 0:35
    વાક્ય લખવું હોય તો
  • 0:35 - 0:37
    તે કોઇ સમીકરણ રચવા જેવું પરવડે છે,
  • 0:37 - 0:40
    કારણકે દરેક ભાગ એકદમ નિશ્ચિત છે
  • 0:40 - 0:42
    અને ખુબ માહિતિ ધરાવે છે.
  • 0:42 - 0:44
    એ એક કારણ છે
  • 0:44 - 0:46
    જેને બધાંને આપણે પશ્ચિમનું વિજ્ઞાન અને
  • 0:46 - 0:49
    ગણિત અને ઍન્જીનીયરીંગ માનીએ છીએ
  • 0:49 - 0:52
    તે ખરેખર તો સામાન્ય યુગની
    પહેલી થોડી સદીઓમાં
  • 0:52 - 0:56
    પર્શીયન અને આરબ
    અને તુર્ક લોકોએ વિકસાવેલ હતું.
  • 0:56 - 0:58
    જેમાં ઍરૅબીકની એક નાની પધ્ધતિ,
  • 0:58 - 1:00
    અલ-જિબ્રા પણ આવૃત છે.
  • 1:00 - 1:03
    અલ-જિબ્રનો બહુ જ કાચો અર્થ થાય છે
  • 1:03 - 1:07
    "અલગ અલગ ભાગને મેળજોડ કરવાની પધ્ધતિ".
  • 1:07 - 1:11
    અલ-જિબ્ર આખરે અંગ્રેજીમાં
    ઍલ્જિબ્રા કહેવાયું.
  • 1:11 - 1:13
    જેના, ઘણા દાખલાઓ પૈકી એકઃ
  • 1:13 - 1:17
    આ ગણિતીક જ્ઞાનસભર ઍરૅબીક ગ્રંથો
  • 1:17 - 1:19
    આખરે ૧૧મી કે ૧૨મી સદીમાં
  • 1:19 - 1:20
    યુરૉપ - ખાસ કરીને સ્પૅન -
  • 1:20 - 1:22
    પહોંચ્યા.
  • 1:22 - 1:24
    અને જ્યારે ગ્રંથ આવ્યા ત્યારે
  • 1:24 - 1:25
    તેમણે આ જ્ઞાનને યુરૉપીયન ભાષાઓમાં
  • 1:25 - 1:27
    અનુવાદ કરવામાં
  • 1:27 - 1:29
    ખુબ રસ જગાવ્યો.
  • 1:29 - 1:31
    પરંતુ કેટલીક સમસ્યાઓ પણ આવી હતી.
  • 1:31 - 1:32
    એક તો સમસ્યા એ કે
  • 1:32 - 1:35
    ઍરૅબીકમાં કેટલાક ઉચ્ચારો એવા છે
  • 1:35 - 1:38
    જે યૂરૉપીયનની સ્વર પેટીમાંથી
    પૂરતા અભ્યાસ વિના
  • 1:38 - 1:40
    બહાર જ આવી ન શકે.
  • 1:40 - 1:42
    આ બાબતે મારૉ પૂરો વિશ્વાસ કરજો.
  • 1:42 - 1:44
    વળી, આ ઉચ્ચારો
  • 1:44 - 1:46
    યુરૉપીયન ભાષાઓમાંનાં ચિહ્નોની સાથે
  • 1:46 - 1:50
    મેળ પણ નથી ખાતા.
  • 1:50 - 1:52
    તેમાંનો એક ગુન્હેગાર આ રહ્યો.
  • 1:52 - 1:54
    એક શબ્દ છે ષીં,
  • 1:54 - 1:57
    જેનો ઉચ્ચાર આપણે
    જેને ષ - શ - સમજીએ એવો થાય.
  • 1:57 - 2:00
    તે શલાન શબ્દનો
  • 2:00 - 2:02
    પહેલો અક્ષર છે,
  • 2:02 - 2:04
    જેનો અર્થ થાય છે અંગ્રેજીના "કંઇક" જેવો જ
  • 2:04 - 2:06
    "કંઇક" થાય છે --
  • 2:06 - 2:09
    કશુંક અસ્પષ્ટ,અજાણ્યું.
  • 2:09 - 2:10
    ઍરૅબીકમાં
  • 2:10 - 2:12
    આપણે આને એક ચોક્કસ અનુચ્છેદ "અલ" ઉમેરીને
  • 2:12 - 2:14
    નિશ્ચિત કરી શકીએ છીએ.
  • 2:14 - 2:16
    એટલે જેમ કે અલ - શલાન --
  • 2:16 - 2:18
    અસ્પષ્ટ વસ્તુ.
  • 2:18 - 2:21
    અને આ શબ્દ શરૂઆતનાં ગણિતમાં
    બધે જ જોવા મળે છે જેમ કે
  • 2:21 - 2:28
    ૧૦મી સદીની સાબિતિઓની વ્યુત્પતિઓમાં.
  • 2:28 - 2:31
    આ વસ્તુ સામગ્રીના અનુવાદનું
    કામ જેમને સોંપાયું હતું
  • 2:31 - 2:33
    તે મધ્ય યુગના સ્પૅનિશ
    વિદ્વાનોની સમસ્યા એ હતી કે
  • 2:33 - 2:38
    અક્ષર ષીં(શીં) અને શબ્દ શલાનની બદલીમાં
  • 2:38 - 2:40
    સ્પૅનિશમાં કંઇ જ મળતું ન હતું
  • 2:40 - 2:42
    કારણકે સ્પૅનિશમાં ષ હતો જ નહીં,
  • 2:42 - 2:44
    જેનો ઉચ્ચાર "ષ"(શ) થતો હોય.
  • 2:44 - 2:45
    એટલે પરંપરા મુજબ
  • 2:45 - 2:47
    જે નિયમ બન્યો હતો, તે મુજબ
  • 2:47 - 2:51
    તેઓએ પ્રાચીન ગ્રીકમાંથી
  • 2:51 - 2:53
    સ્ક ઉચ્ચારવાળો
  • 2:53 - 2:56
    કૈ અક્ષર વાપર્યો.
  • 2:56 - 2:58
    પછીથી જ્યારે બધી સામગ્રીનો સર્વસામાન્ય
  • 2:58 - 3:01
    યુરૉપીયન ભાષામાં અનુવાદ કરાયો,
  • 3:01 - 3:03
    જેમ કે લૅટીન,
  • 3:03 - 3:05
    ત્યારે ગ્રીક કૈની જગ્યાએ તેઓએ
  • 3:05 - 3:07
    લૅટીન X વાપર્યો.
  • 3:07 - 3:08
    અને એક વાર તેમ થયું,
  • 3:08 - 3:11
    અને આ સામગ્રી લૅટીનમાં ઉપલબ્ધ થઇ ગઇ,
  • 3:11 - 3:14
    પછીથી તો તે લગભગ ૬૦૦ વર્ષ સુધી
  • 3:14 - 3:17
    ગણિતનાં પાઠ્યપુસ્તકોનો અધાર બની રહી.
  • 3:17 - 3:19
    પરંતુ આપણે તો 'અજ્ઞાતને
    Xની મદદથી શા માટે ઓળખવામાં આવે છે?'
  • 3:19 - 3:21
    તે પ્રશ્નનો જવાબ શોધી રહ્યા હતા.
  • 3:21 - 3:23
    X એ અજ્ઞાતની ઓળખાણ એટલે છે કે
  • 3:23 - 3:27
    સ્પેનિશમાં "ષ" (શ) ઉચ્ચારી નથી શકાતો.
  • 3:27 - 3:29
    (હાસ્ય)
  • 3:29 - 3:32
    મને એમ થયું કે આ વાત
    તમારી સાથે વેંચવી જોઇએ.
  • 3:32 - 3:35
    (તાળીઓ)
Title:
અજ્ઞાતની ઓળખ 'x' શા માટે?
Speaker:
ટેરી મુર
Description:

'x' એ અજ્ઞાતની ઓળખનું પ્રતિક શા માટે છે? આ ટુંકા અને હળવા વાર્તાલાપમાં, ટેરી મુર આ આશ્ચર્યજનક જવાબ આપવો છે.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
03:57
Amaranta Heredia Jaén approved Gujarati subtitles for Why is 'x' the unknown?
Retired user edited Gujarati subtitles for Why is 'x' the unknown?
Retired user edited Gujarati subtitles for Why is 'x' the unknown?
Retired user edited Gujarati subtitles for Why is 'x' the unknown?
Retired user accepted Gujarati subtitles for Why is 'x' the unknown?
Retired user edited Gujarati subtitles for Why is 'x' the unknown?
Retired user edited Gujarati subtitles for Why is 'x' the unknown?
Ashok Vaishnav edited Gujarati subtitles for Why is 'x' the unknown?
Show all

Gujarati subtitles

Revisions