જોશુઆ ફૉયરઃ કોઇ પણ કરી શકે તેવાં યાદશક્તિનાં પરાક્રમો
-
0:00 - 0:05હું તમને તમારી આંખો બંધ કરવાની વિનંતિ કરીશ.
-
0:05 - 0:08તમે તમારી જાતને તમારાં ઘરનાં
-
0:08 - 0:11પ્રવેશદ્વાર પાસે ઊભા છો તેમ કલ્પો.
-
0:11 - 0:15હું તમને વિનંતિ કરીશ કે તમે દરવાજાનો રંગ
-
0:15 - 0:19અને તે શેનું બનેલું છે તે યાદ કરો.
-
0:19 - 0:26હવે ભારે વજનવાળા નાગડાઓનાં ટોળાંને સાઇકલ પર જતું કલ્પો.
-
0:26 - 0:29તેઓ નાગાઓની સાઇકલ હરિફાઇમાં ભાગ લઇ રહ્યા છે,
-
0:29 - 0:32અને સીધા જ તમારા ઘરના દરવાજા તરફ ધસી રહ્યા છે.
-
0:32 - 0:34હૂં ઇચ્છું છું કે તમે આ નજરે જૂઓ.
-
0:34 - 0:38તેઓ જોરથી પેડલ મારી રહ્યા છે અને પરસેવાથી નાહી ગયા છે,
-
0:38 - 0:40તેમ જ કૂદા કૂદ કરી રહ્યા છે.
-
0:40 - 0:44અને તેઓ સીધાજ તમારા ઘરના દરવાજા સાથે અથડાઇ રહ્યા છે.
-
0:44 - 0:48સાઇકલો ચારે બાજૂ ફંગોળાય છે, પૈડાં તમારી આસપાસથી પસાર થઇ રહ્યાં છે,
-
0:48 - 0:52સાઇકલના આરા ચારે બાજૂ ઊડી રહ્યા છે.
-
0:52 - 0:55તમારા ઘરના ઉંબરને વળોટી અને
-
0:55 - 0:58તમારા આગળના રવેશ કે તમારા મુખ્ય ઓરડાના પરસાળ કે અંદરની બાજૂએ ગમે ત્યાં,
-
0:58 - 1:02દાખલ થાઓ અને પ્રકાશને માણો.
-
1:02 - 1:08પ્રકાશ સીધો જ કૂકી મૉન્સ્ટર પર પડી રહ્યો છે.
-
1:08 - 1:11કૂકી મૉન્સ્ટર એક બદામી ઘોડા પર બેઠો
-
1:11 - 1:13તમારા તરફ હાથ હલાવી રહ્યો છે.
-
1:13 - 1:15તે બોલતો ઘોડો છે.
-
1:15 - 1:20તમે તેની વાદળી કેશવાળી તમારાં નાકને અડતી અનુભવી રહ્યાં છો.
-
1:20 - 1:24તમે તે એનાં મોંમાં જે જવના લોટ અને કિસમિસની બિસ્કીટ ઠૂંસી રહ્યો છે તેની સુગંધપણ માણી રહ્યાં છો.
-
1:24 - 1:28તેને પસાર કરી જાઓ. તેને પાર કરીને તમારા દિવાનખાનામાં જાઓ.
-
1:28 - 1:31તમારાં દિવાનખાનામાં, મહાકાય જીવંત વિશાળતરંગપટપર,
-
1:31 - 1:34બ્રીટની સ્પીઅર્સનું કલ્પનાચિત્ર નજર સમક્ષ ખડું કરો.
-
1:34 - 1:39બહુ જ ઓછાં કપડામાં તે તમારાં કૉફીટેબલ પર નૃત્ય કરતાં કરતાં
-
1:39 - 1:42"Hit Me Baby One More Time" ગાઇ રહી છે.
-
1:42 - 1:45અને પછી મારી પાછળ રસોડામાં આવો.
-
1:45 - 1:49તમારાં રસોડાનું ભોંયતળીયું પીળી ઇંટના રસ્તા વડે સજાવાયું છે
-
1:49 - 1:53અને તમારી ઑવનમાંથી ટિન મૅન, ડૉરૉથી,
-
1:53 - 1:55સ્કૅરક્રૉ અને 'ધ વિઝાર્ડ ઑવ ઑઝ'નો સિંહ
-
1:55 - 1:57હાથમાં હાથ પરોવીને નાચતાં કુદતાં
-
1:57 - 2:00સીધાં જ તમારી તરફ આવી રહ્યાં છે.
-
2:00 - 2:04ચાલો ત્યારે, હવે આંખો ખોલો.
-
2:04 - 2:08દરેક વસંત ઋતુમાં ન્યુ યૉર્ક શહેરમાં રાખવામાં આવતી
-
2:08 - 2:11એક અજીબોગરીબ સ્પર્ધા વિષે મારે તમને કહેવું છે.
-
2:11 - 2:14તે 'યુનાઇટેડ સ્ટૅટ્સ યાદશક્તિ સ્પર્ધા' તરીકે ઓળખાય છે.
-
2:14 - 2:17એ સ્પર્ધાના અહેવાલ સબબ હું ત્યાં થોડાં વર્ષ પહેલાં, એક વૈજ્ઞાનિક ખબરપત્રીની
-
2:17 - 2:19હેસીયતથી ગયો હતો.
-
2:19 - 2:22મને એમ હતું કે આ અતિબુધ્ધિશાળીઓની
-
2:22 - 2:25ખાસ સ્પર્ધા જેવી કોઇ સ્પર્ધા હશે.
-
2:25 - 2:28ત્યાં મને જૂદી જૂદી ઉંમરના અને જાતિના
-
2:28 - 2:33થોડા છોકરડાઓ અને સ્ત્રીઓ જોવા મળી.
-
2:33 - 2:35[હાસ્ય]
-
2:35 - 2:39તેઓ માત્ર એક જ વાર જોઇને,હજારો અસ્ત્વ્યસ્ત આંકડાઓ
-
2:39 - 2:41યાદ કરી રહ્યાં હતાં.
-
2:41 - 2:45તેઓ ડઝનબંધી અજાણ્યાં લોકોનાં નામ પણ યાદ રાખવાની કોશીશ કરી રહ્યાં હતાં.
-
2:45 - 2:49તેઓ થોડી મિનિટૉમાં જ આખીને આખી કવિતાઓ યાદ કરવા મથી રહ્યાં હતાં.
-
2:49 - 2:51તેઓ એ બાબતે પણ સ્પર્ધા કરી રહ્યાં હતાં કે ચીપી કાઢેલ પત્તાંના
-
2:51 - 2:55ક્રમને કોણ સહુથી ઝડપથી યાદ રાખી શકે છે.
-
2:55 - 2:57મને તો આ બધું માન્યામાં જ નહોતું આવતું.
-
2:57 - 3:00આ લોકો કુદરતની વિચિત્રતાઓ હશે.
-
3:00 - 3:03મેં કેટલાક સ્પર્ધકો સાથે વાત કરવાનું શરૂ કર્યું.
-
3:03 - 3:05આ છે ઍડ કૂક
-
3:05 - 3:06જે ઇંગ્લૅંન્ડથી આવેલ છે
-
3:06 - 3:08અને તે ત્યાની સહુથી વધારે પ્રશિક્ષિત યાદદાસ્તવાળી વ્યક્તિઓ પૈકી એક છે.
-
3:08 - 3:12મેં તેને પૂછ્યૂં,"ઍડ, તમને ક્યારે ખ્યાલ આવ્યો કે
-
3:12 - 3:15તમે પ્રખર યાદશક્તિ ધરાવો છો?"
-
3:15 - 3:17ઍડનો જવાબ હતો કે "હું મહાપંડિત છું જ નહીં.
-
3:17 - 3:20હકીકતે, મારી યાદશક્તિ તો બહુ સામાન્ય છે.
-
3:20 - 3:22આ સ્પર્ધામાં ભાગ લેનાર બધાંજની
-
3:22 - 3:25યાદશક્તિ સામાન્ય જ કહી શકાય તેવી છે.
-
3:25 - 3:27અમે બધાંએ પધ્ધતિસરનાં પ્રશિક્ષણ વડે તેમ જ
-
3:27 - 3:31૨૦૦ વર્ષ પહેલાં ગ્રીસમાં શોધાયેલી જૂની પધાતિઓને આધારે
-
3:31 - 3:33અમે લોકો યાદશક્તિનાં આવાં અફલાતુન
-
3:33 - 3:37કારનામાં કરી રહ્યાં છીએ.
-
3:37 - 3:40આ એ જ પધ્ધતિઓ છે જે સિસેરૉ
-
3:40 - 3:42ભાષણો યાદ રાખવા અને
-
3:42 - 3:46પુરાતન કાળના વિદ્વાનો આખાંને આખાં પુસ્તકો યાદ રાખવા વાપરતા હતા."
-
3:46 - 3:49મારાથી આશ્ચર્યસાથે બોલાઇ પડ્યું,"ઓહો, મેં કેમ આ પહેલાં આ વાત સાંભળી નથી?"
-
3:49 - 3:52સ્પર્ધાના સભાગૃહની બહાર અમે ઉભા હતા,
-
3:52 - 3:56ત્યાં, ઍડ,કે જે બહુ જ પ્રતિભાશાળી છે,
-
3:56 - 3:59પરંતુ થોડો તરંગી અંગ્રેજ છે,
-
3:59 - 4:03તેણે મને સંભળાવ્યું,"જૉશ, તમે અમેરીકી પત્રકાર છો.
-
4:03 - 4:05તમે બ્રીટની સ્પીઅર્સને ઓળખો છો?"
-
4:05 - 4:10મારો જવાબ હતો, "શું? ના. કેમ?"
-
4:10 - 4:13"કારણકે હું બ્રીટની સ્પીઅર્સને યુ.ઍસ ટેલીવીઝન પર
-
4:13 - 4:16ચીપી કાઢેલ પત્તાંનો ક્રમ કઇ રીતે યાદ રાખી શકાય તે
-
4:16 - 4:18શીખવાડવાનો છું.
-
4:18 - 4:21તેનાથી આખી દુનિયાને સાબિત કરી આપીશ કે આ કામ કોઇપણ કરી શકે છે."
-
4:21 - 4:26(હાસ્ય)
-
4:26 - 4:29મેં કહ્યું, 'હું બ્રીટની સ્પીઅર્સ તો નથી,
-
4:29 - 4:32પણ તમે મને પણ શીખવાડી તો શકો.
-
4:32 - 4:35મારો મતલબ એ છે કે, તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી રહી ને?"
-
4:35 - 4:38અને આમ શરૂ થઇ મારી એક બહુ જ અદ્ભુત સફર.
-
4:38 - 4:41પછીનું લગભગ આખું વર્ષ હું માત્ર
-
4:41 - 4:43યાદશક્તિનું પ્રશિક્ષણ જ ન લેતો રહ્યો,
-
4:43 - 4:45પણ ચીવટથી શોધખોળ પણ કરતાં ,
-
4:45 - 4:47સમજવાની કોશીશ કરતો રહ્યો કે કોઇવાર તો એ કામ કરી જાય છે,
-
4:47 - 4:50કોઇ વાર કેમ કામ નથી કરી જતું
-
4:50 - 4:52અને તેની શું શક્યતાઓ હોઇ શકે.
-
4:52 - 4:54હું બહુ, ખરાં રસપ્રદ, લોકોને મળ્યો.
-
4:54 - 4:56આ ભાઇ ઇ.પી. તરીકે ઓળખાય છે.
-
4:56 - 4:59એ એવા ભૂલક્કડ છે જેમની યાદશક્તિ કદાચ,
-
4:59 - 5:01આખી દુનિયામાં સહુથી વધારે નબળી હશે.
-
5:01 - 5:03નવાઇની વાત તો એ છે કે,
-
5:03 - 5:06તેની યાદશક્તિ એટલી નબળી હતી કે તેને યાદ નથી રહેતું
-
5:06 - 5:08એ પણ તેને યાદ નહોતું.
-
5:08 - 5:09આમ એ એક બહુ દુઃખી વ્યક્તિ છે,
-
5:09 - 5:11પણ આપણ જે છીએ તે હોવામાં યાદશક્તિનો ફાળો કેટલો છે
-
5:11 - 5:15તે સમજવા માટે એ એક મોકો છે.
-
5:15 - 5:18અને બીજે છેડે, હું આ ભાઇને મળ્યો.
-
5:18 - 5:20એ છે કિમ પીક.
-
5:20 - 5:23ડસ્ટિન હૉફ્ફમૅનની ફિલ્મ "રેઇન મૅન" તેનાપરથી બનાવાઇ છે.
-
5:23 - 5:26અમે એક બપોરે
-
5:26 - 5:30સૉલ્ટ લૅક પબ્લીક લાયબ્રેરીમાં ફોન ડીરેકટરી યાદ કરવા એકઠા થયા,
-
5:30 - 5:33જેમાં બહુ મજા પડી.
-
5:33 - 5:36(હાસ્ય)
-
5:36 - 5:39પાછા ફરીને મેં યાદશક્તિ પરના ઘણાં બધાં પુસ્તકો વાંચ્યાં,
-
5:39 - 5:43એ પુસ્તકો પુરાતન લેટીનમાં ૨૦૦૦થી વધારે વર્ષ પહેલાં
-
5:43 - 5:45લખાયાં હતાં.
-
5:45 - 5:47મને બહુ જ બધું રસપ્રદ જાણવા મળ્યું.
-
5:47 - 5:50જે પૈકી એક બહુ જ રસ પડે તેવી વાત એ જાણવા મળી કે
-
5:50 - 5:53એક સમયે,
-
5:53 - 5:56આ પ્રશિક્ષિત, કેળવાયેલ, ખાસ વિકસાવેલ યાદશક્તિનો
-
5:56 - 6:01આ પ્રશિક્ષિત, કેળવાયેલ, ખાસ વિકસાવેલ યાદશક્તિનો
-
6:01 - 6:06વિચાર, જેટલો આજે અપરિચિત જણાય છે, તેટલો અપરિચિત હતો નહીં.
-
6:06 - 6:11એ સમયે લોકો પોતાની યાદશક્તિની પાછળ, અને વિચારશક્તિ
-
6:11 - 6:16સખત મહેનતથી સતેજ રાખવામાં, રોકાણ કરતાં.
-
6:16 - 6:18છેલ્લાં હજારો વર્ષોમાં
-
6:18 - 6:21આપણે શ્રેણીબધ્ધ ટૅક્નૉલૉજીઓના આવિષ્કાર કરી ચૂક્યા છીએ--
-
6:21 - 6:23મૂળાક્ષરથી ચર્મપત્ર પરના વીંટાથી
-
6:23 - 6:26હસ્તલિખિત ગ્રંથો, મુદ્રણ કળા, ફૉટૉગ્રાફી,
-
6:26 - 6:28કમ્પ્યુટર્સ, સ્માર્ટફૉન સુધી --
-
6:28 - 6:31જેને પરિણામે આપણી યાદશક્તિનું બાહ્ય સ્વરૂપ આપવાનું
-
6:31 - 6:33વધારે ને વધારે સરળ થતું ગયું છે,
-
6:33 - 6:35જેને પરિણામે મૂળભૂત માનવ ક્ષમતાને
-
6:35 - 6:39તાત્વીક રીતે બહારથી મેળવાપાત્ર ક્ષમતામાં ફેરવી શકાયું છે.
-
6:39 - 6:43આ ટૅક્નૉલૉજીઓએ આપણી વર્તમાન દુનિયા શક્ય બનાવી છે તે ખરૂં,
-
6:43 - 6:44પણ સાથે સાથે આપણને બદલી પણ કાઢેલ છે.
-
6:44 - 6:46તેઓએ આપણને સાંસ્કૃતિક રીતે,
-
6:46 - 6:50અને મારા મત મુજબ તો આપણી વિચારપ્રક્રિયાની દ્રષ્ટિએ પણ, બદલી કાઢેલ છે.
-
6:50 - 6:52હવે યાદ રાખવાની એટલી ઓછી જરૂર રહી છે કે,
-
6:52 - 6:55કોઇવાર તો આપણે કંઇ પણ યાદ કેમ રાખતાં હતાં તે જ ભૂલાઇ ગયું છે.
-
6:55 - 6:57પૃથ્વી પર હવે છેલ્લી જગ્યા એક જ બચી છે, જ્યાં
-
6:57 - 7:00પ્રશિક્ષિત,કેળવાયેલ અને ખાસ વિકસાવેલ યાદશક્તિના વિચારને
-
7:00 - 7:04લોકો ઉત્કટ લાગણીથી જોતાં હોય -
-
7:04 - 7:06આ પૂરેપૂરી અસાધારણ યાદશક્તિ સ્પર્ધા.
-
7:06 - 7:08જો કે તે એટલી અસાધારણ નથી, કારણકે
-
7:08 - 7:10હવે તો વિશ્વમાં બધી જ જગ્યાએ આવી સ્પર્ધાઓ થઇ રહી છે.
-
7:10 - 7:14મને તો અચરજ એ હતું કે આ કઇ રીતે કરતાં હશે.
-
7:14 - 7:19થોડાં વર્ષ પહેલાં લંડનની યુનિવર્સીટી કૉલેજના સંશોધકોનાં એક જૂથે
-
7:19 - 7:22થોડા યાદશક્તિ સ્પર્ધાઓના વિજેતાઓને એક પ્રયોગશાળામાં એકઠા કર્યા.
-
7:22 - 7:23તેઓ જાણવા માગતા હતા કેઃ
-
7:23 - 7:24શું આ લોકોનાં મગજની શારીરીક રચના કે ઘડતર
-
7:24 - 7:29આપણાં બધાં કરતાં કંઇ જૂદાં છે?
-
7:29 - 7:32જવાબ હતોઃ ના.
-
7:32 - 7:35તેઓ આપણા કરતાં વધારે બુધ્ધિશાળી છે?
-
7:35 - 7:37તેઓએ તેમને થોડી જ્ઞાન-ચકાસણીની પરિક્ષાઓ આપી,
-
7:37 - 7:39અને જવાબ હતો, ના, વસ્તુતઃ નહીં.
-
7:39 - 7:42જો કે યાદશક્તિના વિજેતાઓ અને
-
7:42 - 7:44નીરીક્ષણ હેઠળના લોકોનાં મગજ વચ્ચે
-
7:44 - 7:47એક ખરેખર રસપ્રદ અને નોંધપાત્ર તફાવત હતો ખરો.
-
7:47 - 7:50જ્યારે યાદશક્તિ વિજેતાઓઅને
-
7:50 - 7:52જ્યારે તેઓ આંકડાઓ,
-
7:52 - 7:57લોકોના ચહેરાઓ અને બરફ વર્ષાનાં ચિત્રો યાદ રાખવાની પ્રક્રિયામાં મશગુલ હતાં ત્યારે એમ આર આઇ મશીનની નીચે
-
7:57 - 7:59નીરીક્ષણ કરતાં એમ જોવા મળ્યું કે
-
7:59 - 8:01બીજાં બધાંની સરખામણીમાં તેઓ મગજના અલગ ભાગને
-
8:01 - 8:03સચેત કરતાં હતાં.
-
8:03 - 8:07ખાસ નોંધનીય તો એ છે કે, તેઓ સ્થળ ની યાદશક્તિ
-
8:07 - 8:11અને હલનચલન સાથે સંકળાયેલ મગજના હિસ્સાનો ઉપયોગ કરતાં જણાતાં હતાં.
-
8:11 - 8:17કેમ? શું આ આપણે તેમાંથી કંઇ શીખી શકીએ તેમ છીએ?
-
8:17 - 8:21યાદશક્તિની સ્પર્ધાત્મક રમત
-
8:21 - 8:24એ શસ્ત્રોની દોડ જેવી છે
-
8:24 - 8:27જેમાં દર વર્ષે લોકો કંઇને કંઇ વધારે ઝડપથી વધારે યાદ રાખવાની
-
8:27 - 8:30નવી રીત ઉમેરતાં જ રહેતાં હોય છે,
-
8:30 - 8:32અને બાકીનાં બધાએ તેમની સાથે રહેવા મહેનત કરતાં રહેવાનું છે.
-
8:32 - 8:34આ છે મારા મિત્ર, ત્રણ વારના વિશ્વ યાદશક્તિ વિજેતા,
-
8:34 - 8:35બૅન પ્રિડમૉર.
-
8:35 - 8:37તેમનાં મેજ પર સામે
-
8:37 - 8:41ચીપીને રાખેલ ગંજીફાના ૩૬ સૅટ પડ્યા છે
-
8:41 - 8:44જે તે એક કલાકમાં યાદ કરી લેવાનો પ્રયત્ન કરવાના છે,
-
8:44 - 8:48જેના માટે તેમણે જ શોધેલી અને એક માત્ર તેમણે નિપુણતા મેળવેલ ટેકનીક વાપરવાના છે.
-
8:48 - 8:50તેમણે આવી જ ટૅકનીકવડે
-
8:50 - 8:52૪,૧૪૦ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા દ્વિઅંકી આકડાઓના
-
8:52 - 8:58ચોક્કસ ક્રમને અરધા કલાકમાં
-
8:58 - 9:01યાદ કરી લીધેલ..
-
9:01 - 9:03હા, અર્ધા કલાકમાં.
-
9:03 - 9:06આમ આ સ્પર્ધાઓમાં યાદ રાખવાના કે બધું જ યાદ રાખવાના
-
9:06 - 9:10બહુ જ બધા રસ્તાઓ છે, પણ
-
9:10 - 9:13એ બધી જ ટૅકનીકો આખરે તો
-
9:13 - 9:16જીણવટ ભરી સાંકેતિક પધ્ધતિની
-
9:16 - 9:19વિભાવના પર આવીને મળે છે.
-
9:19 - 9:22અને તેને સમજાવવા માટે એક નવીન વિરોધાભાસ,
-
9:22 - 9:24જે "બૅકર વિરોધાભાસ" તરીકે ઓળખાય છે,
-
9:24 - 9:25તેને જોઇએઃ
-
9:25 - 9:28ધારો કે હું બે વ્યક્તિને એક સરખો શબ્દ યાદ રાખવાનું કહું,
-
9:28 - 9:30અને પછી તમને કહું કે,
-
9:30 - 9:34"બૅકર નામે એક ભાઇ છે એવું યાદ રાખજો."
-
9:34 - 9:35તે એનું નામ છે.
-
9:35 - 9:41અને પછીથી કહું કે "યાદ રાખજો કે એક ભાઇ છે જે બૅકર છે."
-
9:41 - 9:44થોડા સમય પછી આવીને હું તમને પુછું,
-
9:44 - 9:47"શું તમને મેં થોડી વાર પહેલાં
-
9:47 - 9:48કહેલો શબ્દ યાદ છે?
-
9:48 - 9:50તમને યાદ છે ખરૂં, એ કયો શબ્દ હતો?
-
9:50 - 9:54જેને એમ કહેવામાં આવ્યું હતું કે તેનું નામ બૅકર છે
-
9:54 - 9:56તેને એ શબ્દ યાદ રહેવાની શક્યતા ઓછી છે,
-
9:56 - 10:00અને જેને તેનો વ્યવસાય બૅકર છે એમ કહ્યું હતું એને યાદ રહેવાની શક્યતા વધારે છે.
-
10:00 - 10:03એ જ શબ્દ, યાદ રહેવાની જૂદી જૂદી માત્રા; અચંબો થાય તેવું છે.
-
10:03 - 10:05શું ચાલી રહ્યું છે અહિંયા?
-
10:05 - 10:10આમ જૂઓ તો બૅકર નામ સાથે તમારે કોઇ લેવાદેવા નથી.
-
10:10 - 10:12તમારાં મગજમાં ભમી રહેલી
-
10:12 - 10:15બધી યાદશક્તિઓથી તે સાવ જ જોડાયેલું નથી.
-
10:15 - 10:17તેમાં પણ એક સામાન્ય નામ - બૅકર.
-
10:17 - 10:19આપણે બૅકરીવાળાને જાણીએ છીએ.
-
10:19 - 10:21તેઓ ખાસ પ્રકારની ટોપી માથે પહેરે છે.
-
10:21 - 10:23તેઓના હાથ ગુંદેલા લોટથી ખરડાયેલા હોય છે.
-
10:23 - 10:25જ્યારે તેઓ કામ પરથી ઘરે આવે ત્યારે તેઓ સરસ સુગંધથી મઘમઘતા હોય છે
-
10:25 - 10:27શક્ય છે કે આપણે એકાદ બેકરીવાળાને ઓળખતા પણ હોઇએ.
-
10:27 - 10:28અને આપણે જેવો એ શબ્દ પહેલીવાર સાંભળીએ
-
10:28 - 10:31એટલે એ બધી જોડાણની કડીઓને સતેજ કરીએ છીએ
-
10:31 - 10:35જેથી પાછળથી જરૂર પડે ત્યારે યાદ કરી શકાય.
-
10:35 - 10:38આ બધી જ યાદશક્તિ સ્પર્ધાઓમાં જે ચાલી રહ્યુ છે
-
10:38 - 10:40તેમ જ રોજબરોજનાં
-
10:40 - 10:44જીવનમાં વધારે સારી રીતે યાદ રાખવાની બધીજ કળાનાં મૂળમાં
-
10:44 - 10:48મોટા અક્ષરે કહેવાયેલ બેકરને નાના અક્ષરમાં કહેવાયેલ બેકરમાં
-
10:48 - 10:50ફેરવીને સંદર્ભ વગર, કોઇ ખાસ અર્થ વગર કે
-
10:50 - 10:53કોઇ ખાસ મહત્વ વગર કહેવાયેલી માહિતિને
-
10:53 - 10:55એવી રીતે બદલવાની વાત છે કે
-
10:55 - 10:57જેથી તે કોઇ પણ રીતે
-
10:57 - 10:59આપણાં મગજમાં બીજું બધું જે કંઇ
-
10:59 - 11:04ચાલી રહ્યું છે તેના સંદર્ભમાં અર્થસભર બની રહે.
-
11:04 - 11:07આ પ્રમાણે કરવાની સવિસ્તર ટૅકનીક પૈકી એક
-
11:07 - 11:11૨૫૦૦ વર્ષ પુરાણાં ગ્રીસની છે.
-
11:11 - 11:13તે યાદશક્તિના મહેલ તરીકે જાણીતી છે.
-
11:13 - 11:17તેની પાછળની વાત કંઇક આવી છેઃ
-
11:17 - 11:20એક કવિ, સિમૉનીડૅસ,
-
11:20 - 11:22એક મહેફિલમાં હાજરી આપી રહ્યો હતો.
-
11:22 - 11:24ખરી રીતે તો ભાડૂતી મનોરંજક હતો
-
11:24 - 11:27કારણ કે એ દિવસોમાં જો તમારે જોરદાર મહેફિલ કરવી હોય તો
-
11:27 - 11:30ડી.જે. નહીં, પણ કવિઓને ભાડેથી બોલાવવા પડતા.
-
11:30 - 11:35તે ઊભો થઇ,પોતાની યાદશક્તિને આધારે કવિતા સંભળાવી અને ચાલતી પકડે છે,
-
11:35 - 11:40અને જે ઘડીએ તે બહાર પગ મૂકે છે તેવું જ સભાગૃહ હેઠું પડે છે
-
11:40 - 11:43અને તેમાંનાં બધાં મરી જાય છે.
-
11:43 - 11:45બધાં જ માત્ર મરી નથી જતાં,
-
11:45 - 11:49તે એવાં ચગદાઇ જાય છે કે ઓળખાય પણ નહીં.
-
11:49 - 11:52અંદર કોણ હતું કે કોણ ક્યાં બેઠું જતું તે
-
11:52 - 11:55તે પણ કહેવું અશક્ય બની ગયું હતું.
-
11:55 - 11:57મૃત દેહોની યોગ્ય દફનક્રિયા પણ થઇ શકે તેમ નહોતું.
-
11:57 - 12:01એક ઉપર બીજી કરૂણતા સર્જાઇ હતી.
-
12:01 - 12:04આ આખા કાટમાળનો એક માત્ર બચી ગયેલો,
-
12:04 - 12:06સિમૉનીડેસ, બહાર ઉભે ઉભે,
-
12:06 - 12:09આંખો બંધ કરી અને તેની આંખોની સામે જે છૂપાયેલું છે
-
12:09 - 12:12તે યાદ કરે છે,
-
12:12 - 12:17તો તેમાં તે મહેફિલમાં બેઠેલા એકોએક મહેમાનને જોઇ શકે છે.
-
12:17 - 12:19તે બધાં જ સગાંસંબંધીઓના હાથ પકડીને
-
12:19 - 12:23એ કાટમાળમાં તેમનાં સ્વજનો સુધી લઇ જતો હતો.
-
12:23 - 12:27સિમૉનીડેસ તે સમયે જે કંઇ કરી રહ્યો હતો,
-
12:27 - 12:30તે આપણે પણ લગભગ સહજપણે કદાચ જાણીએ છીએ,
-
12:30 - 12:32અને એ કે આપણે નામ કે ફૉન નંબર
-
12:32 - 12:35કે આપણા સહયોગીઓની શબ્દશઃ સુચનાઓ
-
12:35 - 12:38યાદ રાખવામાં ગમે તેટલાં કાચાં હશું,
-
12:38 - 12:44પણ આપણને ચક્ષુગમ્ય કે સ્થળને લગતી કોઇ પણ વાત સારી રીતે યાદ રહે છે.
-
12:44 - 12:47જો મેં તમને હમણાં જ કહેલી સિમૉનીડેસની વાતના પહેલા
-
12:47 - 12:50૧૦ શબ્દો ફરીથી કહેવાનું કહું,
-
12:50 - 12:52તો શકય છે કે તમને તે અઘરું પડે.
-
12:52 - 12:54પરંતુ જો હું તમને
-
12:54 - 12:57તમારી પરસાળમાંના બદામી ઘોડાપર
-
12:57 - 13:02અત્યારે કોણ બેઠું છે
-
13:02 - 13:04તે યાદ કરવાનું કહું, તો
-
13:04 - 13:06જરૂર તે તમારી આંખોસામે આવી જશે.
-
13:06 - 13:08આ કલ્પિત ઇમારતનું ચિત્ર તમારી આખ સમક્ષ
-
13:08 - 13:13ઊભું કરવાનો વિચાર યાદદાસ્તના મહેલના સિધ્ધાંતમાં આવરી લેવાયો છે
-
13:13 - 13:15અને તમે જે
-
13:15 - 13:17યાદ કરવા માગો છો એ ચિત્ર જેમ
-
13:17 - 13:20વધારે મૂર્ખું, જેમ વધારે અકળ, જેમ વધારે ઊટપટાંગ,
-
13:20 - 13:24જેમ વધારે હાસ્યાપદ કે વિચિત્ર કે ગોબરૂં,
-
13:24 - 13:27તેમ તે ભૂલવું મુશ્કેલ.
-
13:27 - 13:30આ સલાહ તો ૨૦૦૦ વર્ષ જૂના
-
13:30 - 13:33સહુથી જૂના લૅટિન યાદશક્તિના ગ્રંથોમાં કહેવાયેલ છે.
-
13:33 - 13:34આનો ઉપયોગ કેમ કરવો?
-
13:34 - 13:37માની લો કે તમને ટીઈડીના મધ્યસ્થ મંચ પરથી
-
13:37 - 13:41વ્યક્તવ્ય આપવા માટે આમંત્રણ મળ્યું છે
-
13:41 - 13:43અને તમે તેને યાદ રાખીને જ કહેવા માગો છો,
-
13:43 - 13:48તેમ જ તમે સિસૅરૉએ ૨૦૦૦ વર્ષ પહેલાંના ટીઈડીxરૉમના મચપર જે રીતે
-
13:48 - 13:53વ્યક્તવ્ય આપ્યું હોત તે રીતે જ વ્યક્તવ્ય આપવા માગો છો.
-
13:53 - 13:55તમે તમારાં ઘરનાં
-
13:55 - 14:00મુખ્ય દ્વારની સામે ઊભા છો તેમ તમારે કલ્પવાનું છે.
-
14:00 - 14:02અને તમારે કોઇપણ
-
14:02 - 14:06ગાંડુંઘેલું, હાંસીપાત્ર કે કોઇ હિસાબે ભૂલી ન શકાય તેવું ચિત્ર વિચારી કાઢવાનું છે
-
14:06 - 14:09જે તમને આ સાવેસાવ વિચિત્ર સ્પર્ધાવિષે વાત કરવાનું
-
14:09 - 14:12યાદ કરાવે.
-
14:12 - 14:15અને પછી તમારે ઘરની અંદર જવાનું છે,
-
14:15 - 14:17જ્યાં તમે શ્રીમાન ઍડ પર બેઠેલા
-
14:17 - 14:19કુકી મૉન્સ્ટરને જોશો.
-
14:19 - 14:21તેનાથી તમને યાદ આવી જશે કે
-
14:21 - 14:24તે પછીથી તમારે તમારા મિત્ર ઍડ કૂકનો પરિચય આપવાનો છે
-
14:24 - 14:26પછી તમને બ્રીટની સ્પીઅર્સનાં ચિત્ર દેખાશે
-
14:26 - 14:29જે તમને યાદ કરાવશે કે તમારે રમૂજી ટૂચકો કહેવાનો છે.
-
14:29 - 14:31પછી તમે જશો રસોડાં ભણી,
-
14:31 - 14:33જે તમને તમારી છેલાં એક વર્ષના નવા જ અનુભવની
-
14:33 - 14:36વાત કરવાનું યાદ અપાવડાવશે,
-
14:36 - 14:41જેમાં તમને મદદ કરવા તમારા મિત્રો પણ સાથે હશે.
-
14:41 - 14:45રૉમન વ્યાખાનકર્તાઓ આ રીતે તેમનાં વ્યક્તવ્યો યાદ રાખતા --
-
14:45 - 14:48શબ્દેશબ્દ નહીં, કારણકે તેનાથી જરૂર ગુંચવાડો થાય જ,
-
14:48 - 14:51પરંતુ એક-વિષય-બાદ-બીજો-વિષયની પધ્ધતિથી.
-
14:51 - 14:54હકીકતે, "વિષય વાક્ય" શબ્દ પ્રયોગ જ
-
14:54 - 14:57ગ્રીક શબ્દ "ટૉપૉસ" પરથી બનેલો છે,
-
14:57 - 14:59જેનો અર્થ "સ્થળ" થાય છે.
-
14:59 - 15:00જો કે આ તો હવે, લોકો જ્યારે
-
15:00 - 15:02વ્યક્તવ્યકળા અને વાક્છટા વિષે વિચારતી વખતે આ પ્રકારની સ્થળ સાથે સંકળાયેલી
-
15:02 - 15:05યાદ વાપરતા તેના, અવશેષ છે.
-
15:05 - 15:07"સહુથી પહેલાં" શબ્દ પ્રયોગને
-
15:07 - 15:10તમારી યાદશક્તિના મહેલનાં પહેલાં સ્થાન સાથે સરખાવી શકાય.
-
15:10 - 15:12મને આ બહુ જ આકર્ષક લાગ્યું
-
15:12 - 15:14એટલે હું તેના તરફ ખેંચાયો.
-
15:14 - 15:17તેથી હું થોડી વધારે યાદશક્તિ સ્પર્ધાઓમાં ગયો.
-
15:17 - 15:19મારાં મનમાં એમ હતું કે આ સ્પર્ધાગામી યાદ રાખનારાઓના આંતર્સ્વભાવ બાબતે
-
15:19 - 15:23થોડું લંબાણથી લખીશ.
-
15:23 - 15:25પરંતુ એક સમસ્યા આવી પડી.
-
15:25 - 15:27સમસ્યા એ છે કે યાદશક્તિ સ્પર્ધા એ
-
15:27 - 15:31મહાકંટાળાજનક પ્રવૃતિ છે.
-
15:31 - 15:34(હાસ્ય)
-
15:34 - 15:38સાચે જ, એ તો સાવ થોડા લોકો એકઠા થઇને SATની કસોટીઓ કરી રહ્યા હોય તેવું જ છે.
-
15:38 - 15:40મારો કહેવાનો મતલબ એ છે કે,જ્યારે લોકો પોતાનું માથું
-
15:40 - 15:41ખંજવાળવાનું શરૂ કરે ત્યારે તે વધુ નાટકીય બની જતું હોય છે.
-
15:41 - 15:44બાકી હું તો પત્રકાર છું,મારે તો કંઇને કંઇ લખવા જોઇએ.
-
15:44 - 15:48હું જાણું છું કે આ લોકોનાં મગજમાં અકલ્પ્ય વાતો ઘુમરાઇ રહી છે,
-
15:48 - 15:50પણ હું તેને પહોંચી તો ન શકું ને.
-
15:50 - 15:53એટલે, મને થયું કે, જો મારે આ વાત કહેવી હોય તો,
-
15:53 - 15:56મારે એમનાં પેંગડામાં થોડા ઘણા તો પગ નાખવા તો પડે.
-
15:56 - 15:59એટલે મેં દરરોજ સવારે ન્યુ યૉર્ક ટાઇમ્સ વાંચતાનું શરૂ કરતાં પહેલાં,
-
15:59 - 16:02કંઇને કંઇ યાદ રાખવા પાછળ ૧૦ થી ૧૫ મિનિટ
-
16:02 - 16:05ગાળવાનું શરૂ કર્યું.
-
16:05 - 16:06કોઇ વાર તે કવિતા પણ હોય.
-
16:06 - 16:08કે પછી પસ્તીમાં થી ખરીદેલ જૂનાં વાર્ષિક-પુસ્તકમાંથી
-
16:08 - 16:11નામ હોય.
-
16:11 - 16:16મને તેમાં બેતહાશા મજા પડતી હતી.
-
16:16 - 16:18જો કે મેં એવી અપેક્ષા નહોતી કરી.
-
16:18 - 16:22તેમાં મજા એટલે આવી કે ખરા અર્થમાં યાદશક્તિની તાલિમ નહોતી.
-
16:22 - 16:25તમે માત્ર તમારાં મગજની આંખો સામે પેલાં સાવે સાવ હાસ્યાપદ,ગાંડીયાં,મજેદાર,
-
16:25 - 16:27અને સામાન્ય રીતે ભૂલી ન શકાય તેવી
-
16:27 - 16:30પ્રતિકૃતિઓ બનાવવામાં કે કલ્પના કરવામાં
-
16:30 - 16:34વધારે અને વધારે પ્રયત્નશીલ રહો છો.
-
16:34 - 16:36હું પણ તેમાં જોશથી જોડાયો હતો.
-
16:36 - 16:42આ હું છું, મારા સ્પર્ધામય યાદશક્તિ તાલીમાર્થી તરીકે પહેરવેશમાં.
-
16:42 - 16:44એ એક જોડી કાન ઢાંકવાનાં ઢાંકણ
-
16:44 - 16:48અને એક જોડી સલામતી ચશ્માં, જે બે ઝીણાં છીદ્રો સિવાય
-
16:48 - 16:50આંખને ઢાંકી લે છે,
-
16:50 - 16:56કારણકે ધ્યાનવિચલન એ સ્પર્ધામય યાદદાસ્તકારકનો સહુથી મોટો શત્રુ છે.
-
16:56 - 17:01ફરી ફરીને હું ગયે વર્ષે જે સ્પર્ધાને આવરી લેવાનો હતો તેના પર જ પાછો આવી ચૂક્યો.
-
17:01 - 17:03મને એમ હતું કે સહભાગી પત્રકારકત્વના ભાગરૂપે
-
17:03 - 17:07એક પ્રયોગ તરીકે હું પણ તેમાં ભાગ લઉં.
-
17:07 - 17:11કદાચ, મારાં સંશોધનનો એક યોગ્ય ઉપસંહાર બની રહે.
-
17:11 - 17:15સમસ્યા એ રહી કે પ્રયોગ તીતરબીતર થઇ ગયો.
-
17:15 - 17:18જે કોઇ રીતે ન થવુ જોઇએ તેમ થયું,
-
17:18 - 17:21હું સ્પર્ધા જીતી ગયો.
-
17:21 - 17:27{તાળીઓ]
-
17:27 - 17:28હા, વ્યક્તવ્યો કે
-
17:28 - 17:31ફૉન નંબરો કે ખરીદીની યાદીઓ
-
17:31 - 17:34યાદ રાખી શકવું એ સારી વાત છે,
-
17:34 - 17:37પણ એક રીતે એ મુખ્ય મુદ્દો નહોતો.
-
17:37 - 17:39એ તો માત્ર તરકીબો છે.
-
17:39 - 17:41આ બધી તરકીબો સફળ એટલે રહે છે કે
-
17:41 - 17:45તે બધાંનો આધાર આપણું મગજ જે રીતે કામ કરે છે તેવા કેટલાક મૂળભૂત
-
17:45 - 17:46સિધ્ધાંતો ઉપર આધારીત છે.
-
17:46 - 17:50આપણું મગજ કઇ રીતે કામ કરે છે એ જાણીને
-
17:50 - 17:52તેનો લાભ લેવા માટે કરીને આપણે યાદશક્તિ મહેલો બાંધવા
-
17:52 - 17:54કે પત્તાંના સેટ્સ યાદ રખવાની
-
17:54 - 17:57કોઇ ખાસ જરૂર નથી.
-
17:57 - 17:59સામાન્ય રીતે, આપણે જોરદાર યાદશક્તિને
-
17:59 - 18:01કોઇ જન્મદત્ત ભેટ હોય તેમ માનીએ છીએ,
-
18:01 - 18:03પણ એવું હોતું નથી.
-
18:03 - 18:07પ્રબળ યાદશક્તિ શીખી શકાય છે.
-
18:07 - 18:10મૂળ મુદ્દે,જ્યારે આપણે કોઇ વાત પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ, ત્યારે તે યાદ રહી જાય છે.
-
18:10 - 18:13જ્યારે આપણે કોઇ વાતમાં ઊંડાણથી રસ લઇએ છીએ, ત્યારે તે પણ યાદ રહે છે.
-
18:13 - 18:15આપણે જ્યારે કોઇ માહિતિ કે અનુભવ
-
18:15 - 18:18આપણને કઇ રીતે મદદરૂપ થઇ શકે,
-
18:18 - 18:20કે તેનું શું મહત્વ છે કે શા માટે તે આનંદદાયક છે
-
18:20 - 18:22તે દ્રષ્ટિએ જોઇએ છીએ કે જ્યારે આપણે
-
18:22 - 18:25આપણા મગજમાં જે કંઇ ચાલી રહ્યું હોય
-
18:25 - 18:27તેના સંદર્ભમાં
-
18:27 - 18:29તેને સાંકળી લઇ શકીએ છીએ, જેમ કે શ્રીમાન બૅકર્સને બેકરીવાળા સાથે સાંકળી શકવું,
-
18:29 - 18:34ત્યારે તે આપણને યાદ રહી જાય છે.
-
18:34 - 18:37યાદશક્તિ મહેલ અને એના જેવી અન્ય તરકીબો
-
18:37 - 18:38માત્ર ટુંકા-રસ્તા જ છે.
-
18:38 - 18:41એક રીતે, ટુંકા રસ્તા પણ નહીં.
-
18:41 - 18:44તે એટલે કામ આવે છે કારણકે તે તમને કામે લગાડી દે છે.
-
18:44 - 18:48આપણે સામાન્યપણે કોઇ કસરત કરતી વખતે,
-
18:48 - 18:50પ્રક્રિયાની જેટલી ઉંડાઇ
-
18:50 - 18:54કે જેટલી કાળજી રાખીએ છીએ તેનાથી ઘણી વધારે આ તરકીબો ફરજ પાડે છે.
-
18:54 - 18:57પણ, હકીકતે ટુંકા રસ્તા તો ક્યાંય પણ હોતા નથી.
-
18:57 - 18:59કોઇપણ વાત આ રીતે યાદ રાખવાલાયક બનતી હોય છે.
-
18:59 - 19:04અને જો હું કોઇ એક વસ્તુ તમારી પાસે મૂકી જવા માગું ,
-
19:04 - 19:06તો તે ઇ.પી. છે,
-
19:06 - 19:10પેલા ભુલક્કડ, જેને એ પણ યાદ નથી કે તેને યાદ ન રહેવાની સમસ્યા છે,
-
19:10 - 19:12જેણે મને
-
19:12 - 19:14એ પરિકલ્પના પૂરી પાડી કે,
-
19:14 - 19:19આપણું જીવન યાદોનો સરવાળો છે.
-
19:19 - 19:25આપણી આસપાસની, આપણી સાથે
-
19:25 - 19:28વાતચીત કરતી વ્યક્તિઓ પ્રત્યે
-
19:28 - 19:35ધ્યાન ન આપીને કે જરા પણ ઉંડાણમાં ન જવા
-
19:35 - 19:39જેટલા આળસુ થઇ જઇને, આમ પણ ટુંકી જીંદગીમાં,આપણી બ્લૅકબૅરીમાં
-
19:39 - 19:41કે આઇ-પૉડમાં
-
19:41 - 19:43ખોવાઇ જવાની કેટલી
-
19:43 - 19:46તૈયારી છે?
-
19:46 - 19:49મને જાતે
-
19:49 - 19:52જાણવા મળ્યું કે આપણામાં કલ્પી ન શકાય તેટલી યાદશક્તિ
-
19:52 - 19:54છૂપાયેલ પડી છે.
-
19:54 - 19:58પરંતુ જો તમારે યાદગાર જીવન જીવવું હોય,
-
19:58 - 20:00તો તમારે એવી વ્યક્તિ બનવું પડશે
-
20:00 - 20:03જે યાદ કરવાનું યાદ રાખે છે.
-
20:03 - 20:05આભાર.
-
20:05 - 20:08[તાળીઓ]
- Title:
- જોશુઆ ફૉયરઃ કોઇ પણ કરી શકે તેવાં યાદશક્તિનાં પરાક્રમો
- Speaker:
- Joshua Foer
- Description:
-
એવા કેટલાય લોકો છે, જે હજારો આંકડાઓની યાદીઓ કે કે ચીપી કાઢેલા (કે દસ દસની થપ્પીઓમાંના) પત્તાઓના ક્રમ અને એવું કેટલું ય યાદ રાખી શકે છે. વિજ્ઞાન લેખક, જોશુઆ ફૉયર યાદશક્તિનો મહેલ નામક એક ટૅકનીક સમજાવે છે અને તેની નોંધપાત્ર લાક્ષણીકતા - તેને, તેમના સહિત, કોઇ પણ શીખી શકે છે - બતાવે છે.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 20:28
Dimitra Papageorgiou approved Gujarati subtitles for Feats of memory anyone can do | ||
Ashok Vaishnav commented on Gujarati subtitles for Feats of memory anyone can do | ||
Sakshar Thakkar accepted Gujarati subtitles for Feats of memory anyone can do | ||
Sakshar Thakkar commented on Gujarati subtitles for Feats of memory anyone can do | ||
Sakshar Thakkar edited Gujarati subtitles for Feats of memory anyone can do | ||
Ashok Vaishnav edited Gujarati subtitles for Feats of memory anyone can do | ||
Ashok Vaishnav edited Gujarati subtitles for Feats of memory anyone can do | ||
Ashok Vaishnav edited Gujarati subtitles for Feats of memory anyone can do |