સરવાળાની રજૂઆતમાં તમારું સ્વાગત છે. હું જાણું છું કે તમે શું વિચારો છો. સાલ, સરવાળો મને એટલો સરળ જણાતો નથી. તો, હું માફી ચાહું છું. હું આશા રાખું છું કે કદાચ,આ રજૂઆતના અંતે અથવા એક બે સપ્તાહ માં, એ તમને સરળ લાગશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણે કહી શકીએ - થોડાક દાખલાઓ ચાલો જોઈએ આપણો જુનો અને જાણીતો ૧ + ૧ અને મને લાગે છે કે તમને ખબર છે આ કેવી રીતે કરવાનું તે. પણ હું તમને એક રીત બતાઉ આ કરવાની . જો તમને એ યાદ ન હોય અથવા, તમે એમાં ખુબ કુશળ ન હો તમે કહો કે મારી પાસે એક (ચાલો એને માખનફલ(અવાકાડો) કહીએ.) જો મારી પાસે એક માખનફલ(અવાકાડો) હોય અને પછી તમે મને બીજું એક માખનફલ(અવાકાડો) આપો, તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે? તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે? તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે? ચાલો... જોઈએ .. મારી પાસે ૧...૨ માખનફલ(અવાકાડો) છે. એટલે ૧ + ૧ બરાબર ૨. હવે, હું જાણું છું કે તમે શું વિચારો છો: "આ તો ખુબ સહેલું હતું." તો, હું તમને થોડું અઘરું આપું. મને માખનફલ(અવાકાડો) ભાવે છે. હું એ જ વિષય-વસ્તુ પકડી રાખીશ. ૩ + ૪ કેટલા થાય? હં....મને લાગે છે કે આ વધારે અઘરો દાખલો છે. ચાલો આપણે માખનફલ(અવાકાડો) ને જ પકડી રાખીએ. અને જો તમને ખબર ન હોય કે માખનફલ(અવાકાડો) શું છે, તો એ એક ખુબ સ્વાદિષ્ટ ફળ છે. એ ખરેખર તો બધા ફળમાં સૌથી જાડું મોટું ફળ છે. તમે તો કદાચ વિચાર્યું પણ નહિ હોય કે એ એક ફળ હશે. જો તમે એ ખાધું હશે તો પણ. તો માની લઈએ કે મારી પાસે ૩ માખનફલ(અવાકાડો) છે. ૧, ૨, ૩ બરાબર? ૧, ૨, ૩. અને એમ પણ માની લઈએ કે તમે મને ૪ માખનફલ(અવાકાડો) આપવાના છો. તો હું એ ૪ ને પીળા કલરમાં બતાઉં છું. એટલે તમને ખબર પડે કે આ બધા તમે મને આપી રહ્યા છો. ૧ ૨ ૩ ૪ તો હવે મારી પાસે કુલ કેટલા માખનફલ(અવાકાડો) છે? ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ માખનફલ(અવાકાડો). એટલે કે ૩ + ૪ = ૭ થાય. અને હવે હું તમને બતાડીશ આનો બીજી રીતે વિચાર કરતાં. આને સંખ્યા રેખા કહે છે. અને ખરેખર તો હું આનો આ રીતે મનમાં જ વિચાર કરું છું. જયારે હું ભૂલી જાઉં- અને મેં એ યાદ કરી રાખ્યું ન હોય. ત્યારે સંખ્યા રેખા પર હું સંખ્યાઓ ક્રમમાં લખું. અને ત્યાં સુધી લખું જ્યાં સુધી - - મને કામની હોય તે બધી સંખ્યાઓ એની ઉપર ન આવી જાય. તો, તમને ખબર છે કે પહેલી સંખ્યા ૦ છે. એટલે કે કઈ જ નહિ. બની શકે કે તમને ખબર નહોતી; પણ હવે ખબર છે. અને પછી તમે લખશો ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ એમ આગળ ને આગળ ચાલતું રહે. ૧૧ તો આપણે કહીએ કે ૩ + ૪. તો ૩ થી શરૂઆત કરીએ. મારી પાસે અહીં ૩ છે. અને આપણે એમાં ૪ ઉમેરવાના છે. તો આપણે એટલું જ કરવાનું છે કે સંખ્યા રેખામાં ઉપર જઈએ. અથવા આપણે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જઈએ, ૪ વધારે. તો આપણે જઈએ ૧...૨...૩...૪. જુઓ, આપણે એટલું જ કર્યું કે આપણે એમાં વધારો કર્યો ૧ થી, ૨ થી, ૩ થી, ૪ થી. અને આપણે ૭ ઉપર પહોચ્યાં. અને એ આપણો જવાબ હતો.